ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવમાં રાજ્યની કલ્યાણી સક્સેનાએ સ્વિમિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
Live TV
-
ભુવનેશ્વર ખાતે ચાલી રહેલા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં મહિલાઓની સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્યની કલ્યાણી સક્સેનાએ સિલ્વર મેડલ જીત્યો છે. 200 મીટરની સ્વિમિંગની સ્પર્ધા કલ્યાણીએ 2.36 સેકન્ડમાં પૂર્ણ કરી બીજો ક્રમ મેળવ્યો હતો. કલ્યાણી દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે.
ઉલ્લેખનીય છે કે, આ તેનો કારકીર્દીનો 50 મો મેડલ છે. જ્યારે પુરૂષોના વિભાગમાં રાજ્યના હર્ષલ સારંગે 100 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે
