ગાંધીધામને રૂ. 286 કરોડના વિકાસ કામોની ભેટ
Live TV
-
ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 286 કરોડના વિવિધ વિકાસ કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું હતું.
જેમાં રૂ. 135 કરોડના ખર્ચે 10 કિમીનો રિંગ રોડ, રૂ. 100 કરોડથી વધુની પાણી યોજના, રૂ. 22 કરોડથી વધુના ખર્ચે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને રૂ. 20 કરોડથી વધુના વિવિધ માર્ગોના કામોનો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ ગુણવત્તાયુક્ત વિકાસ કામો પર ભાર મૂકતાં નાગરિકોને ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પમાં સહભાગી બનવા અને શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 2025માં બનેલી ગાંધીધામ મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં રૂ. 1,590 કરોડના વિકાસ કામોની ભેટ આપવામાં આવી છે.
