Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી, હજારો લિટર ઘીનો અભિષેક કરાયો

Live TV

X
  • ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી હતી. આસો સુદ નોમની રાત્રે નિકળતી પલ્લી ગામના 27 ચોકમાં ફરીને મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. ઘીના અભિષેકની વર્ષોની પરંપરા આજે  પણ અકબંધ રહી હતી.  હજારો માઈ ભક્તો દર્શનાર્થ ઉમટ્યા છે.

    ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માં ની પલ્લી ભરવામાં આવી હતી. આધ્યશક્તિ  નવદુર્ગાના બીજા સ્વરૂપ સમાં અવતાર તરીકે વરદાયિની માં ની પૂજા થાય છે. ગાંધીનગરના રૂપાલ ગામે માતાની પલ્લી કાઢવાની પરંપરા પાંડવોના સમયથી ચાલતી આવે છે. ગામના સુથાર અને લુહાર સમુદાય દ્વારા માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે. જ્યારે પ્રજાપતિ સમુદાયના લોકો પલ્લીના કુંડા બનાવે છે. માળી સમાજ દ્વારા પલ્લીને ફુલોથી શણગારવામાં આવે છે તથા રાજપૂત સમુદાયના લોકો ઊંધા મુખે ખુલ્લી તલવારથી પલ્લીની રક્ષા કરે છે. આ પલ્લી ગામમાં 27 ચોકમાં ફરીને મંદિરે પ્રસ્થાપિત કરવામાં આવે છે. પલ્લી ની જ્યોત  પૂનમ સુધી પ્રજ્વલિત રહે છે. ગામના તમામ ચોક પાસે મૂકેલા પીપ તથા વિવિધ પાત્રોમાં લોકો પોતે પોતાની માનતાનું ઘી ચઢાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply