ગાંધીનગરની NFSU ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
Live TV
-
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પર્યાવરણીય જાગૃતિ અને વ્યૂહાત્મક શાસનના સમન્વયને અભિવ્યક્ત કરે છે: ડૉ. જે.એમ. વ્યાસ
ગાંધીનગર ખાતે તા.5 જૂન, 2025 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. NFSUના સ્થાપક કુલપતિ, "પદ્મશ્રી"થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા "એક પેડ માં કે નામ 2.0"ના વિશિષ્ટ અભિયાન અંતર્ગત આ શુભ દિવસે સિંદૂરના રોપાનું વાવેતર કર્યું હતું.
NFSUના સ્થાપક કુલપતિ, "પદ્મશ્રી"થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા જણાવાયું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિંદૂરના છોડનું વાવેતર એ હિંમત અને દૂરંદેશી નેતૃત્વનું શક્તિશાળી પ્રતીક છે, જે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નિરંતર પ્રગતિ પ્રત્યેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ કાર્ય પર્યાવરણીય ચેતના અને વ્યૂહાત્મક શાસનના સમન્વયને પણ અભિવ્યક્ત કરે છે.
પ્રો. એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-NFSU, ગાંધીનગરએ જણાવ્યું હતું કે માનનીય કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે આજે વૃક્ષારોપણ કર્યું હતું અને સૌને આપણી ભાવિ પેઢી માટે સ્વચ્છ અને સલામત વાતાવરણ પૂરું પાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. NFSUના NSS યુનિટના વિદ્યાર્થીઓએ પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત ક્લાઇમેટ એક્શન સમિટમાં ભાગ લીધો હતો.
