ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીની કોતરમાંથી દીપડાનું કરાયું રેસ્ક્યુ
Live TV
-
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીની કોતરમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી દીપડો આતંક મચાવતો હતો. નદી કિનારે વસતા આજુબાજુના ગામોમાં લોકોના જીવ હંમેશા અધ્ધર રહેતા હતા. સોમવારે વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્કયુ કરાયું છે. સાબરમતી નદીને કિનારે દોલારાણા વાસણા ગામની સીમમાં ગઇકાલ રવિવારે સવારે દીપડાએ ગામના છેવાડે રહેતા તલાજી ભવાનજી ઠાકોરના વાડામાં ભેસના બચ્ચાનું મારણ કર્યું હતું હતું. જે બાદ દીપડાના પગના નિશાન પ્રમાણે વન વિભાગની ટીમે દીપડાને પૂરવા માટે પાંજરા ગોઠવ્યા હતા. સોમવારે વહેલી આખરે આદમખોર દીપડાને પકડી લેવાયો હતો.