ગાંધીનગરમાં ફિલાવિસ્ટા ઉત્સવ યોજાશે, ટપાલનો ઈતિહાસ, દુર્લભ ફિલાટેલી વસ્તુઓ મળશે જોવા
Live TV
-
ગાંધીનગરના ટપાલ વિભાગે ફિલાવિસ્ટા-2024નું આયોજન કર્યું છે. 19 અને 20 નવેમ્બર, 2024 દરમિયાન ગાંધીનગર જિલ્લાના દાંડી કૂટીર, મહાત્મા મંદિર નજીક, સેક્ટર-13 ખાતે આ કાર્યતક્રમ યોજાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ બે દિવસીય પ્રદર્શનનો ઉદ્દેશ્ય પાલ ટિકિટો, ટપાલનો ઈતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે.
અહીં દુર્લભ ફિલાટેલી વસ્તુઓ જોવા મળશે
જેમાં પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ફિલાટેલિક સમાન, જેમ કે દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ઉપલબ્ધ હશે, જેની મુલાકાતીઓ સ્થળ પર ખરીદી કરી શકશે. આ સાથે ફિલાવિસ્ટા-2024માં ફિલાટેલીના શોખીન વ્યક્તિઓ માટે એક ઉત્સાહવર્ધક મંચ પૂરું પાડશે અને દરેક વયના મુલાકાતીઓ માટે સમૃદ્ધિપૂર્ણ અનુભવ મળશે.બાળકોમાં ફિલાટેલીનો શોખ જગાડવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન
આ ઉપરાંત, નાની ઉંમરના બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં ક્વિઝ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા અને ટિકિટ ડિઝાઈનિંગ સ્પર્ધાનો સમાવેશ થાય છે. જેમાં સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોતાનો પ્રતિભા અને સર્જનાત્મકતા રજૂ કરાશે.