ગાંધીનગરમાં GCCI દ્વારા યોજાયો વાર્ષિક એક્ષ્પો GATE 2026નો ઉદ્ઘાટન સમારોહ
Live TV
-
ગાંધીનગરમાં GCCI દ્વારા યોજાયો વાર્ષિક એક્ષ્પો GATE 2026નો ઉદ્ઘાટન સમારોહ
ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 'GATE 2026' ટ્રેડ એક્સ્પોનો ભવ્ય પ્રારંભ થયો છે. જે ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી હબ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં AI, સેમિકન્ડક્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા 16થી વધુ ક્ષેત્રોના 400થી વધુ પ્રદર્શકો અને દેશ-વિદેશના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. આ એક્સ્પો દ્વારા સ્ટાર્ટ-અપ પિચિંગ, CEO પાવર પેનલ અને ટેક-ઇન્વેસ્ટમેન્ટ પર ગહન ચર્ચાઓ કરી ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝનને બળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. 'GATE 2026'માં ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ટોરેન્ટ પાવરના વાઈસ ચેરમેન જીનલ મહેતા જેવી અગ્રણી હસ્તીઓએ હાજરી આપી વિકાસલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
