ગાંધીનગર કમલમ ખાતે કેબિનેટ બેઠક: ટેકાના ભાવે મગફળી ખરીદી, કૃષિ રાહત પેકેજ અને એકતા યાત્રા પર સમીક્ષા
Live TV
-
ગાંધીનગર કમલમ ખાતે કેબિનેટ બેઠક: ટેકાના ભાવે મગફળી ખરીદી, કૃષિ રાહત પેકેજ અને એકતા યાત્રા પર સમીક્ષા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરના કમલમ ખાતે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં રાજ્યના નીતિગત વિષયો અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
કૃષિ અને ખેડૂતલક્ષી નિર્ણયો પર સમીક્ષા
કેબિનેટ બેઠકમાં ખેડૂતલક્ષી મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રગતિ અને વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજના અમલ અને તેની અસરકારકતા અંગે વિગતવાર સમીક્ષા હાથ ધરાઈ છે.
સરદાર પટેલ જયંતી ઉજવણી અને અમિત શાહના કાર્યક્રમો
બેઠકમાં સાંસ્કૃતિક અને રાજકીય કાર્યક્રમોની તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં યોજાઈ રહેલ એકતા યાત્રા સહિતના તમામ કાર્યક્રમોની પ્રગતિ અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતમાં આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં સમીક્ષા અને આયોજન કરવામાં આવી રહ્યું છે.
