Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર : જિલ્લામાં વનીકરણ અર્થે જિલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

Live TV

X
  • ગાંધીનગર જિલ્લામાં ધનિષ્ઠ વનીકરણ કરવાના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર  મેહુલ દવેના અઘ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓની બેઠક યોજાઇ હતી. બે

    ઠકમાં ચાલું વર્ષના વન મહોત્સવ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ જન અભિયાનરૂપે કરવા માટેનું સુચારું આયોજન અંગે ચર્ચા – વિર્મશ કરવામાં આવ્યો હતો. 

    આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વાર્મિગની અસરની અનુભુતિ આપણે સૌ આ સમયે કરી રહ્યા છીએ. પર્યાવરણનું રક્ષણ કરવા માટે વૃક્ષોનું મહત્વ ખૂબ જ છે. જેથી ચાલુ વર્ષે વન મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લામાં વૃક્ષોનું રોપણ મોટી સંખ્યામાં થાય અને તેનું સંવર્ધન થાય તે રીતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવા માટે સર્વે અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને અપીલ કરી હતી.

    તેમણે ગાંધીનગર વન સંરક્ષકની કચેરી દ્વારા નાગરિકોને વૃક્ષારોપણ માટે વિના મૂલ્ય રોપાઓ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કચેરી દ્વારા 26 લાખથી વધુ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. 

    આ રોપાઓ સરળતાથી સર્વેને મળી રહે તે માટે જિલ્લાની તમામ સરકારી નર્સરી ખાતેથી મળી રહેશે. વિના મૂલ્ય રોપાઓનું વિતરણ આગામી તા. 5 મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસથી કરવામાં આવશે. તેમણે ઉપસ્થિત સર્વે અધિકારીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓને વૃક્ષા રોપણ કાર્યક્રમ જિલ્લામાં અભિયાન રૂપે શરૂ કરવાનો અનુરોધ પણ કર્યો હતો. 
        
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply