Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર-પેથાપુરના 103 વર્ષના ચંચળબાએ મતાધિકારનો કર્યો ઉપયોગ

Live TV

X
  • લોકશાહીના અવસરમાં ઘેર બેઠા મતદાન કરીને પેથાપુરના વાકોલ ત્રણ જોડિયા વિસ્તારમાં રહેતા 103 વર્ષના ચંચળબા કેશવસિંહ ડાભી સહભાગી થયા છે. એક વોટની કિંમત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર શતાયુ ઉંમરના ચંચળબાને વોટીંગ કરાવવા માટે તેમના ઘેર પહોંચ્યું હતું. આ વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

    ઘરે બેસીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકાય તે કલ્પના કરવી પણ અશક્ય લાગે. પરંતુ, લોકશાહીને મજબૂત બનાવવા માટે એક વોટની કિંમત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જેની ફલશ્રૃતિરૂપે આજે ઘેર બેસીને મતદાન કરવાની સુવિધા 85 વર્ષ કે તેથી મોટા વડીલો અને દિવ્યાંગોને મળી રહી છે. એવું કહી શકાય કે એક એક વોટ લેવા ચૂંટણી તંત્રના અધિકારી- કર્મયોગીઓ ઘરે ઘરે જઇ રહ્યાં છે, અને દેશના લોકતંત્રને મજબૂત કરવાની સરહાનીય કામગીરી કરી રહ્યાં છે. 

    ઘેર બેસીને પેથાપુર ગામના 103 વર્ષીય ચંચળબા કેશવસિંહ ડાભીએ અમૂલ્ય મતનું દાન કર્યું છે. હજુ પણ હાલતા – ચાલતા અને પ્રપૌત્ર- પૌત્રીને રમાડતા ચંચળબાના મુખ પર વોટ કર્યાનો અનેરો આનંદ જોવા મળતો હતો. તેમણે આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, ભઇલા, પહેલા તો મતદાન કરાવવા માટે વાહન લઇ જતું હતું. મતદાન કરી દઇએ પછી જાતે પાછા આવવું પડતું હતું. જેથી કયારેક મતદાન કરવા ગાડી લેવા આવે તો પણ ન જવાની ઇચ્છા થતી, જેના કારણે મારા જેવી ઘરકામમાં પરોવાયેલી અનેક મહિલાઓ મતદાન કરવા ન હતી જતી. પરંતુ આ કામ ચૂંટણીપંચે સારું કર્યું છે, જેથી હું આરામથી મારા ઘરે બેસીને મારા મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકી છું. તેમને પૂછવામાં આવ્યું કે, આ સુવિધાનો ખ્યાલ તમને કયાંથી આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ભાઇ, મારા ચાર દીકરા છે. જેમાં બે દીકરા નટવરસિંહ ડાભી અને દશરથસિંહ ડાભી સરકારમાં સેવા આપી નિવૃત્ત થયા છે. તેમજ અજીતસિંહ ડાભી અને રતનસિંહ ડાભી ખાનગી વ્યવસાય સાથે સંકળાયેલા છે. 

    ચંચળબા પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જ્યારે બીએલો દ્વારા સર્વે કરવામાં આવતો હતો, તે સમયે જાગૃત મતદાર પરિવારના સભ્યોએ તેમને ઘરેથી વોટ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. લોકશાહીના અવસરને વધુ સોહામણો અને ઉત્સાહમય બનાવવા માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રે તેમના ઉમદાભાવને સહજતાથી આવકારી લીઘો હતો.  

    103 વર્ષના ચંચળબા ડાભીના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા, તે સમયે ગાંધીનગર જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે ઘરના સભ્યો સાથે વાત કરી હતી, તેમજ બા ને ઘેર બેસીને મતદાનનો જે અભિગમને આવકાર્યો છે, તે બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. પરિવારે જિલ્લા ચૂંટણી અધિકારીને જણાવ્યું હતું કે, બા એ ઘેરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તેનો અમને ખૂબ આનંદ થયો છે, તેમજ અમે સૌ પણ ૭મી મે, 2024ના રોજ અવશ્ય મતદાન કરવા જઇશું અને અન્ય લોકોને મતદાન માટે પ્રેરિત કરીશું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply