ગાંધીનગર પોલીસે કરી દાહોદની ખજૂરીયા ગેંગના મુખ્ય સૂત્રધાર રામસિંહ ઉર્ફે નરસુભાઈ પલાસની ધરપકડ
Live TV
-
ગાંધીનગર પોલીસે દાહોદની ખજૂરીયા ગેંગના મુખ્ય સૂત્રધાર રામસિંહ ઉર્ફે નરસુભાઈ પલાસની ધરપકડ કરી છે. ગાંધીનગર, માણસા, રાજકોટ, કલોલ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 13 ગુનાઓમાં આરોપીઓ સંડોવાયેલ છે. આરોપીઓ દિવસે છૂટક મજૂરી કરતા હતા.અને મોડી રાતે જે-તે જગ્યા પર જઈ લૂંટ ચલાવતા હતા.
ઉપરાંત, આરોપીઓએ ગાંધીનગર ખાતે Nanda Automobile Maruti Showroom માં ગાર્ડને બંધક બનાવી ચોરી કરી હતી. પોલીસ ચોપડે આ ગેંગના હજુ 8 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.