ગાંધીનગર પોલીસ ઉપ-મહાનિરીક્ષક, CRPFનાં નેતૃત્વ હેઠળ 'હર ઘર તિરંગા અભિયાન 2025'નું ત્રણ તબક્કામાં કરાયુ આયોજન
Live TV
-
ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન-2022નો પ્રારંભ કરવામાં આવેલ છે.
સાંસ્કૃતિક મંત્રાલયના સંરક્ષણ હેઠળનું આ અભિયાન રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને પોતાના ઘર -ઘર રાષ્ટ્રીય ધ્વજ લગાવવા તથા ભારતની સ્વતંત્રતાના અવસર પર ધ્વજ ફરકાવવાનો અને દેશ લાગણી પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. આ અભિયાન તિરંગાની ભાવનાથી બંધાયેલી સામૂહિક ઓળખ, સ્વતંત્રતા અને એકતાનો ઉત્સવ છે.
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર ધર્મેન્દ્રસિંહ વિશેન, પોલીસ ઉપ-મહાનિરીક્ષક, ગ્રૂપ સેન્ટર, સી.આર.પી.એફ. ગાંધીનગરના નેતૃત્વ હેઠળ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “હર ઘર તિરંગા 2025” અભિયાનમાં ગ્રૂપ સેન્ટર, સી.આર.પી.એફ. ગાંધીનગર દ્વારા તા.2 થી 15 ઓગસ્ટ 2025 દરમિયાન ત્રણ તબક્કામાં વિવિધ દેશભક્તિ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં (2–8 ઓગસ્ટ) દરમિયાન સુરક્ષા કર્મચારીઓ દ્વારા તિરંગાઓ અને રાખડીઓ પહોંચાડવામાં આવી અને જવાનો વચ્ચે તિરંગા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાઈચારો, એકતા અને દેશભક્તિની ભાવનાને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજો તબક્કનું આયોજન (9 – 12 ઓગસ્ટ) દરમિયાન કરવામાં આવ્યું હતું.
જેમાં ભવ્ય તિરંગા યાત્રામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જે ગ્રૂપ સેન્ટરથી પ્રારંભ થઈ ઇતિહાસ પ્રસિદ્ધ અડાલજની બાવડી, ગાંધીનગર સુધી પહોંચી હતી. તેમજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ગ્રૂપ સેન્ટરથી પ્રારંભ થઈ ઇતિહાસપ્રસિદ્ધ મહાત્મા મંદિર, ગાંધીનગર સુધી ગઈ હતી.આ રેલીમાં સી.આર.પી.એફ.ના અધિકારીઓ, જવાનો, પરિવારજનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તિરંગાની શાન અને એકતાનો સંદેશ લઈને આ યાત્રા શહેરના રસ્તાઓ પરથી પસાર થઈ હતી. તે જ અનુસાર ત્રીજા તબક્કામાં (13 –15 ઓગસ્ટ) દરમિયાન ઘર, શાળાઓ, સંસ્થાઓ, અમૃત સરોવરો અને અન્ય મહત્વના સ્થળોએ ધ્વજવંદન કરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. સાથે સાથે નાગરિકો અને યુવાઓમાં તિરંગો ફરકાવવાની પ્રેરણા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
“હર ઘર તિરંગો, હર દિલમાં ભારત – આ જ અમારો સંદેશ છે,” તેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રૂપ સેન્ટર, સી.આર.પી.એફ. ગાંધીનગર દ્વારા આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન, દેશભક્તિની ભાવના તથા રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે આ અભિયાનને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તિરંગાની શાન અને એકતાનો સંદેશ લઈને આ યાત્રા શહેરના રસ્તાઓ પરથી પસાર થઈ હતી.આ યાત્રાનું નેતૃત્વ ધર્મેન્દ્રસિંહ વિશેન, પોલીસ ઉપ-મહાનિરીક્ષક, ગ્રૂપ સેન્ટર, સી.આર.પી.એફ. ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું.
