Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર : CUG માં 13મા વાર્ષિક સ્પોર્ટ્સ એવોર્ડ્સ વિતરણ સમારંભ યોજાયો

Live TV

X
  • સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે 13મા વાર્ષિક સ્પોર્ટ્સ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને કુલપતિ પ્રો. રમાશંકર દૂબેએ સન્માન કર્યું હતું. 

    આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતગમત ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, રમતગમતની ભાવનાથી વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા તેમણે આગામી સ્પર્ધાઓમાં વધુ સારા પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે, 13મી વાર્ષિક રમત સ્પર્ધામાં એથ્લેટિક્સ, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, ટગ ઓફ વોર, વોલીબોલ સહિતની એક ડઝન જેટલી રમત સ્પર્ધાઓ યોજાઈ હતી વ્યક્તિગત ઈવેન્ટ્સ અને ગ્રુપ ઈવેન્ટ્સમાં લગભગ 400 સહભાગીઓએ ભાગ લીધો હતો. 

    વિદ્યાર્થી કલ્યાણના ડીન અને સ્પોર્ટ્સ એડવાઈઝરી કમિટીના ચેરપર્સન પ્રો. જયેન્દ્ર અમીને જણાવ્યું હતું કે, કુલ 287 ખેલાડીઓને મેડલ, સ્મૃતિચિહ્ન અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

    આ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ ખેલાડીઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. વાઇસ ચાન્સેલર પ્રો. દુબેએ પુરૂષ વર્ગમાં દિનેશ પ્રજાપતિ અને મહિલા વર્ગમાં પ્રજ્વલિતા યાદવને પ્લેયર ઓફ ધ એન્યુઅલ મીટનો એવોર્ડ આપ્યો હતો.

    આ સાથે, CUG નો પ્લેયર ઓફ ધ યર પુરસ્કાર મેન્સ કેટેગરીમાં સ્કૂલ ઓફ જર્મન સ્ટડીઝના નીલકમલ માલવિયા અને મહિલા વર્ગમાં સ્કૂલ ઓફ ચાઈનીઝ સ્ટડીઝની આસ્થા દુબેને આપવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply