Skip to main content
Settings Settings for Dark

ગિરનારની વતની કંચનબેને UPSC પરીક્ષામાં 506 મો રેન્ક મેળવી ગુજરાતની શાનમાં કર્યો વધારો

Live TV

X
  • પરીક્ષાની સફળતા માટે તૈયારીની કલાકોમાં ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી વધુ મહત્વની છે

    ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં ફાચરિયા ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા કંચનબેન માનસિંહભાઈ ગોહિલે યુપીએસસીની સિવીલ સર્વીસીઝની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 506મો રેન્ક મેળવ્યો છે.  છેલ્લાં 4 વર્ષથી ભારતની અતિ કઠિન ગણાતી આ પરીક્ષાની તૈયારી કરતા કંચનબા ગોહિલે બીજા પ્રયત્ને જ સિવીલ સર્વીસીઝ એક્ઝામ ક્રેક કરી લીધી છે. 

    વર્ષ 2022 માં તેમણે પ્રથમ વખત પ્રીલિમ પરીક્ષા આપી હતી. જોકે એમાં પાસ ન થયા હોવાથી ફરીથી વધુ મહેનત સાથે આ વખતે પરીક્ષા આપી જેમાં તેને સફળતા મળી. જોકે હજી યુપીએસસીની પરીક્ષામાં વધુ સારો રેન્ક મેળવી ઉચ્ચ અધિકારી પદ પ્રાપ્ત કરવા અને દેશની સેવા કરવા માટે વધુ પ્રયાસ કરવાની કંચનબા ઈચ્છા ધરાવે છે.

    મહિલાઓને સંદેશ આપતા કંચનબા કહે છે, ''પરીક્ષાની સફળતા માટે તૈયારીની કલાકોમાં ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી વધુ મહત્વની છે. રિયાલિટી ચેક કરતા રહેવું જોઈએ." વર્તમાન સમયમાં ગુજરાતમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દીકરીઓ આગળ આવી છે રહી છે. તે ગૌરવપ્રદ બાબત છે. 

    યુપીએસસીની પરીક્ષા અઘરી છે, પણ અશક્ય નથી. સાધારણ ખેડૂત પરિવારની દીકરી પરીક્ષા પાસ કરી શકતી હોય તો દરેક દીકરી ગમે તેવી કઠિન પરીક્ષા પણ પાસ કરી શકે છે. કંચનબેન ગોહિલે કોડીનારમાં જ ગુજરાતી માધ્યમમાં ભણીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ ધોરાજી ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરીને વધુ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા હતા. 

    ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએ વિથ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. ધો. 12 સાયન્સ એ ગ્રુપમાં પૂર્ણ કર્યા બાદ ખ્યાલ આવ્યો કંચનબા નો રસનો વિષય હ્યુમિનિટીઝ છે.આથી તેઓએ ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કર્યું.કોલેજ સાથે જ સ્પીપા પાસ કરી સિવીલ સર્વીસીઝ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply