ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર અને તાલાળા બંધ શુગર મીલ થશે શરૂ
Live TV
-
ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેકટરીમાં ઇથોનોલ બનાવશે
ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર અને તાલાળા બંધ શુગર મીલ શરૂ કરવામાં આવશે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા શુગર મીલ શરૂ કરવાનો સમય જાહેર ખેડૂતોને શેરડીનું મહત્તમ વાવેતર કરવા અપીલ કરવામાં આવી. ભૂતકાળમાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી ગીરની ઉના,કોડીનાર અને તાલાળા શુગર મીલ વર્ષોથી બંધ છે. જોકે કોડીનાર અને તાલાળા મીલ શરૂ કરવા સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ મેદાનમાં આવી છે.
ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેકટરીમાં ઇથોનોલ બનાવશે
ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા તાલાળા અને કોડીનાર શુગર મીલ 30 વર્ષ પટ્ટએ ચલાવવા ઠરાવો થયા છે. જેને કારણે બન્ને શુગર મિલોનાં સભાસદો અને ડિરેક્ટર બોડી ની સાધારણ સભા મળી હતી. તમામ ઠરાવો થયા બાદ હવે શુગર મીલ વ્હેલી ધમધમતી કરવા તખ્તો ઘડી કાઢયો છે. કોડીનાર શુગર મીલ ઓક્ટોમ્બર નવેમ્બર 2025 માં શરૂ કરવાનું એલાન કરાયું છે. તો ખેડૂતોને શેરડીનું વાવેતર વધારવા અપીલ કરવામાં આવી છે. એટલું જ નહિ કેન્દ્ર સરકારની લઘુતમ ભાવની નીતિ મુજબ ખેડૂતોને ભાવ આપવામાં આવશે. ભૂતકાળમાં આં તાલાળા અને કોડીનાર બંને શુગર મીલ ખાંડ બનાવતી હતી. જોકે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેકટરીમાં ઇથોનોલ બનાવશે જેથી ખેડૂતોને શેરડીનાં ભાવ પણ હવે ઉંચા મળશે.
દર વર્ષે અંદાજે 200 કરોડ જેટલા ટર્નઓવરનું નુકસાન થાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર પંથકમાં શેરડીએ મુખ્ય પાક હોય અને તેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ત્યારે આ ફેકટરી બંધ રહેવાથી 78 જેટલા ગ્રામ્ય વિસ્તારના 12000 જેટલા સભાસદો, ખેડુતો અને તાલુકાનાં વેપારીઓને દર વર્ષે અંદાજે 200 કરોડ જેટલા ટર્નઓવરનું નુકસાન થાય છે. ત્યારે આજે વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હીને આ ખાંડ ઉદ્યોગ લીઝ ઉપર આપી કોડીનારની જીવાદોરીને પૂનઃ જીવિત કરવાનાં સંકલ્પ સાથે આજે વાવેતર નીતિ બહાર પાડી આગામી વર્ષેથી ખેડૂતોની શેરડી ખરીદી સારા ભાવો આપવાની સાથે એકી આંકડે શેરડીની રકમ પણ સીધી ખેડૂતોનાં ખાતામાં જમા કરવાની જાહેરાત કરતા તાલુકાભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.