ગુજરાતનાં વૈવિધ્ય સભર વારસાથી મહિલા પત્રકારો અભિભૂત થયા
Live TV
-
સૂર્યમંદિર, કીર્તિ તોરણ અને બૌધકાલીન સ્થળની મુલાકાત લીધી
કેરળથી ગુજરાતનાં પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે શુક્રવારે ગુજરાતનાં ઐતિહાસિક વારસામાં મોખરાનું સ્થાન ધરાવતા વડનગરની મુલાકાત લીધી હતી.
તા. 16થી 23 ડિસેમ્બર સુધી ગુજરાતનાં વિકાસ કાર્યો, પ્રવાસન સ્થળો અને ઐતિહાસિક વારસાને જાણવા માટે કેરળથી આવેલા મહિલા પત્રકારોએ મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. ગાઈડ જીતેન્દ્રસિંહ સોલંકી પાસેથી આ પ્રતિનિધિ મંડળને મંદિરનો ઈતિહાસ, તેની બાંધણી, શિલ્પાકૃતીઓ અને તેનો અર્થ વગેરે ઝીણવટભરી માહિતી મેળવી પત્રકારો અભિભૂત થયા હતા.
ગુજરાતનાં ઐતિહાસિક વારસામાં મોખરાનું સ્થાન ધરાવતા વડનગરની પણ તેમણે મુલાકાત લીધી હતી. જ્યાં બૌદ્ધકાલીન સ્થળ, કીર્તિ તોરણ, પ્રેરણા સંકુલ અને ઉત્ખનન કાર્ય ચાલે છે એ સ્થળ વગેરેની મુલાકાત કરી હતી. આ તમામ સ્થળોની તલસ્પર્શી માહિતી પુરાતત્વવિદ્ પ્રિતમ મૈઇતી, પ્રોજેક્ટ મોનીટરીંગ યુનિટ, વડનગર દ્વારા આપવામાં આવી હતી.
ગુજરાતનાં પુરાતત્વ સ્થળની મુલાકાત લીધા બાદ આ વારસો વૈવિધ્ય જોવા પરિવાર સાથે આવવાની ઈચ્છા દર્શાવી હતી.
પત્રકાર પ્રતિનિધિ મંડળ તેમના પ્રવાસ અંતર્ગત આગામી સ્થળ નડાબેટની મુલાકાત માટે જશે.