Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના અનેક જિલ્લામાં 9 જૂન સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Live TV

X
  • ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સમયસર આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 15 જૂન સુધી રાજ્યમાં હળવો વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ પછી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેવામાં હવામાન વિભાગે આગામી 9 જૂન સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના 28 જિલ્લામાં વરસાદની શક્યતા છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ.

    હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે બુધવારે (4 જૂન) વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

    5-6 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, આણંદ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

    7 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

    8 જૂનના રોજ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની શક્યતા છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 9 જૂનના અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply