ગુજરાતના બજેટમાં આદિજાતિના વિકાસ માટે કુલ 4374 કરોડની જોગવાઈ
Live TV
-
ગુજરાતના બજેટમાં સરકાર દ્વારા વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઉભી થાય તે માટેના પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાના ક્ષેત્રે લાભ આપવામાં આવી રહેલ છે.
આદિજાતિઓના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1 લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
• અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 584 કરોડની જોગવાઈ
• આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે 539 કરોડનું આયોજન
• સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના 70 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા `૨૬૯ કરોડની જોગવાઈ
• સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડની જોગવાઇ
• પ્રિ-મેટ્રિકના આશરે 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 176 કરોડની જોગવાઈ
• દૂધ સંજીવની યોજના અંતર્ગત 150 કરોડની જોગવાઇ
• ધો. 1 થી 8 માં અભ્યાસ કરતાં અંદાજે 13 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 120 કરોડની જોગવાઈ
• અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 3900 વિદ્યાર્થીઓ માટે 23 કરોડની જોગવાઇ
• ધો.9 માં અભ્યાસ કરતી અંદાજે 39 હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા 21 કરોડની જોગવાઈ
• ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા 14 કરોડની જોગવાઈ
• રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 6 કરોડની જોગવાઈઆ ઉપરાંત આદિજાતિઓમાં આર્થિક ઉત્કર્ષ હેતુ પણ બજેટમાં જાહેરાતો કરવામાં આવી છે.
• મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ 134 કરોડની જોગવાઈ
• કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 35 કરોડની જોગવાઇ
• આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5000 થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે 26 કરોડની જોગવાઇ
• માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા `૧૭ કરોડની જોગવાઈ
• આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્સરી શરૂ કરવા માટે ડોકટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે 13 કરોડની જોગવાઇ
• સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 13 કરોડની જોગવાઇ
• આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેન્ક લોન પર સહાય આપવા માટે 6 કરોડની જોગવાઇઆ ઉપરાંત અનુસૂચિત જનજાતિના લોકોને નિ:શુલ્ક તબીબી સહાય યોજના અંતર્ગત ક્ષય, રક્તપિત્ત, કેન્સર, સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા, એઇડ્સ જેવા ગંભીર રોગોની સારવાર માટે હાલ આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 33 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
