ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડની શરૂઆત થઇ
Live TV
-
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ત્રણ દિવસ ગુજરાત મધ્યમથી અતિભારે વરસાદ થશે
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ત્રણ દિવસ ગુજરાત મધ્યમથી અતિભારે વરસાદ થશે. આગાહી વચ્ચે વહેલી સવારે 5 વાગ્યે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સાણંદમાં ચાર ઈંચ તો અમદાવાદ શહેરમાં પણ અત્યાર સુધી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વેજલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ગોતા, દૂધેશ્વર, સરસપુર, જૂના વાડજ, રખિયાલ, અમરાઈવાડીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. મીઠા ખળી, પરિમલ, કુબેરનગર અને અખબાર અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. પાંચમો અંડરપાસ જે ઉસ્માનપુરામાં આવેલો છે ત્યાં વાહનવ્યવહાર ચાલુ છે. શહેરના અનેક વિસ્તારોના માર્ગો પાણી પાણી થઈ જતાં વાહન ધીમેધીમે પસાર કરવા લોકો મજબૂર બન્યા હતા. લોકોને બાઈક અને સ્કૂટર જેવા વાહનોમાં બહાર નીકળતા ડર લાગી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોના માર્ગો પાણી પાણી થઈ જતાં વાહન ધીમેધીમે પસાર કરવા લોકો મજબૂર બન્યા હતા.