ગુજરાતના વિવિધ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ કર્યું જાહેર
Live TV
-
ગુજરાતના વિવિધ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ કર્યું જાહેર
સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં 5.5 ઈંચ ધોધમાર વરસાદ થવાથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું. જ્યારે ધોધમાર વરસાદથી દ્વારકાનગરી જાણે ડૂબી હોય તેવાં દ્દશ્યો જોવા મળ્યાં હતાં. ગીર સોમનાથમાં પ્રભાસ તીર્થનો ત્રિવેણી સંગમ છલકાયો હતો.
ગઈકાલે પણ જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
