ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીનું જોર રહેશે
Live TV
-
હવામાન વિભાગદ્વારા રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. 3 મે પછીતાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટ વેવની અગાહી કરવામાં આવી છે.
દીવમાં સીવિયર હીટ વેવની અગાહી છે. કચ્છમાં પણ 2 દિવસ હીટ વેવની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઉંચે જશે. અમદાવાદમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર માટે યલો તો દીવ માટે ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના વિજ્ઞાની અભિમન્યુ ચૌહાણે આ જાણકારી આપી હતી.