Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આગામી 16 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

Live TV

X
  • ગુજરાતના છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ. 

    હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 11-12 જૂન દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

    રાજ્યમાં આગામી બે દિવસ પછી 14થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં 13-14 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે. 

    જ્યારે 15-16 જૂનના રોજ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ સહિત 16 જૂનના રોજ રાજકોટ, બોટાદ, પોરબંદર જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
apply