ગુજરાતમાં આજે કોરોનાનાં 24 નવા કેસ, 74 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 24 કેસ નોંધાયા છે. જ્યારે 74 દર્દી સાજા થયા છે. તો આજે કોરોનાનાં કારણે એક પણ મૃત્યુ થયુ નથી. કોરોનાનાં કેસની વિગતે વાત કરીએ તો અમદાવાદમાં 5, સુરતમાં 5, વડોદારામાં 4, ભરૂચમાં 3, બનાસકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, ખેડા, મોરબી, રાજકોટ અને વલસાડમાં એક-એક કેસ નોંધાયા છે. તો આ તરફ રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3 લાખ 92 હજાર 953 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ 2 કરોડ 97 લાખ 34 હજાર 497 લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 13 હજાર 998 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં સાજા થવાનો દર 98.72 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં અત્યારે કોરોનાનાં 443 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં નવા 38 હજાર 164 કેસ નોંધાયા છે. કુલ સક્રિય કેસ ઘટીને 4 લાખ 21 હજાર 665 થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 38 હજાર 660 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રિકવરી રેટ વધી 97.32 ટકાએ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશમાં 499 લોકોના મોત થયા છે. તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 લાખ 63 હજાર 123 લોકોનું રસીકરણ થયુ છે. અત્યાર સુધી કુલ 40 કરોડ 64 લાખ 81 હજાર 493 લોકોનું રસીકરણ થયુ છે. કર્ણાટક સરકારે રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કફર્યૂ યથાવત રાખ્યો છે. 26 જુલાઈથી કોલેજો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તો ગોવા સરકારે રાજ્ય વ્યાપી કફર્યૂને 26 જુલાઈ સવારે 7 વાગ્યા સુધી લંબાવ્યુ છે. ધર્મસ્થાનો 15 લોકોની મર્યાદામાં ખોલવાની મંજૂરી આપી છે. મણિપુરમાં કોરોના સંક્રમણ વધતા 10 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યુ છે. જયારે મિઝોરમમાં પણ 24 જુલાઇ સુધી લોકડાઉન રહેશે. માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવામાં આવી છે.
