ગુજરાતમાં આજે કોરોનાના 247 કેશ નોંધાયા, જ્યાક98 દર્દીઓએ કોરોનાને માત આપી
Live TV
-
ગુજરાતમાં આજે કોરોનાના 247 કેશ નોંધાયા છે. જ્યારે બીજી તરફ 98 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ 1064 એક્ટીવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર અને 1058 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 11049 દર્દીઓના મૃત્યુ થયા છે. આજે ગુજરાતમાં 550 લોકોનું રશીકરણ કરવામાં આવ્યું.
ત્યારે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ સરકારની ચિતામાં વધારો કરી રહી છે. આજના દિવસે નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યાની જો વાત કરવામાં આવે તો, અમાદાવાદમાં 124, સુરતમાં 23, રાજકોટમાં 24, વડોદરામાં 9, ગાંધીનગરમાં 4, જામનગરમાં 4, અમરેલીમાં 19, મોરબીમાં 17, મહેસાણામાં 12 જ્યારે આણંદમાં અને સાબરકાઠામાં 2-2 કેસ નોંધાયા છે.તો બીજી તરફ ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ અને પોરબદરમાં 1-1 કેસ નોંધાયા છે.