ગુજરાતમાં આજે કોરોનાના 301 કેશ નોંધાયા, 149 દર્દીઓએ કોરોનાને માત આપી
Live TV
-
ગુજરાતમાં આજે કોરોનાના 301 કેશ નોંધાયા છે. જ્યારે બીજી તરફ 149 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ 1849 એક્ટીવ કેસ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર અને 1841 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 11053 દર્દીઓના મૃત્યુ થયા છે. આજે ગુજરાતમાં 664 લોકોનું રશીકરણ કરવામાં આવ્યું.
થોડાસમયથી સતત વધી રહેલા કોરોનાના કેસોએ ગુજરાત સરકારની ચિતામાં વધારો કર્યો છે. આજના દિવસે નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યાની જો વાત કરવામાં આવે તો, અમાદાવાદમાં 115, સુરતમાં 31, રાજકોટમાં 25, વડોદરામાં 42, ગાંધીનગરમાં 22, અમરેલીમાં 12, મોરબીમાં 27, મહેસાણામાં 04 જ્યારે બનાસકાઠા અને ભરુચમાં 6-6 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા છે. તો બીજી તરફ આણંદ, ભાવનગર, સાબરકાંઠા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.