ગુજરાતમાં આજે 715 નવા કોરોના કેસ નોંધાયા, 4 નાં મોત
Live TV
-
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યમાં રવિવારના રોજ 715 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 938 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. રાજ્યભરમાં અમદાવાદમાં 2 સહિત, કુલ 4 દર્દીઓના મોત થયાં હતા. જાહેર થયેલા આંકડા અનુસાર અમદાવાદમાં સૌથી વધુ 151 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 151 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં 127 નવા કેસ નોંધાયા હતા જ્યારે 151 દર્દીઓ સાજા થયા છે. રાજકોટમાં 76 નવા કેસ અને 77 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં હતા. જ્યારે વડોદરામાં 134 નવા કેસ અને 220 દર્દીઓ સ્વસ્થ થયા છે.
