ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી મૃત્યુઆંક 10 થયો
Live TV
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાયરસને કારણે વધુ ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે.
સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગત 16 જુલાઈ, 2024 સુધીમાં ચાંદીપુરા વાઇરસથી 8 બાળકના અને આજે એટલે કે 17 જુલાઈએ ગોધરા અને મહેસાણાના બાળકના મોત થતા રાજ્યનો મૃત્યુઆંક 10 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે.
પહેલા મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે. જેમાં બે બાળકો અમદાવાદના ચાંદલોડિયા અને આંબાવાડીના જ્યારે ચાર અન્ય જિલ્લાના છે.
ગતરોજ પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની એક બાળકીનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મોત આ વાઇરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું. જો કે ચારમાંથી ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે બાકીના બાળકોનો રિપોર્ટ પણ પુણે મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.