Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ચોમાસુ સમય કરતાં વહેલુ, નૈઋત્યનું ચોમાસુ નવસારી સુધી પહોંચ્યુ

Live TV

X
  • ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે ખુશીના સમાચાર છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાની સાથે જ રાજ્યમાં વરસાદની અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે.. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતના નવસારી સુધી પહોચી ચુક્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ બેસતું હોય છે પરંતુ આ વખતે ચોમાસુ સમય કરતાં વહેલુ ગુજરાત પહોચ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં  હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું પૂર્વાનુમાન છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ઉમરગાવ અને મોરવા હડફમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply