Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ, ઉમેદવારો પ્રજા વચ્ચે પહોંચ્યા

Live TV

X
  • લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધી 24 અને કોંગ્રેસે અત્યાર સુધી 7 ઉમેદવાર જાહેર કર્યા છે. જે ઉમેદવારના નામ જાહેર થઈ ગયા તેમણે મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. 

    જામનગરથી ભાજપે ફરી એકવાર પૂનમ માડમ પર વિશ્વાસ મુક્યો છે. પૂનમ માડમે પોતાના પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. પૂનમ માડમનું દ્વારકામાં વિવિધ સમાજો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ કહ્યું કે, પૂનમ માડમને 2014 અને 2019 બાદ ફરી રેકોર્ડબ્રેક મતોથી જીતાડીશું. તો પૂનમ માડમે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો મોદીજીના અબકી બાર 400 પારના સુત્રને સાર્થક કરશે. 

    જામનગરની સાથે ભાવનગરમાં પણ ભાજપે મહિલા ઉમેદવારને ઉતાર્યા છે. કોળી સમાજમાંથી આવતા નિમુ બાંભણિયાને ભાજપે ટિકિટ આપી છે. નિમુ બાંભણિયા હાલ મતવિસ્તારના એક એક ગામમાં ફરી મત માગી રહ્યા છે. નિમુ બાંભણિયાએ બોટાદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 9,10 અને 11 નો અક્ષરવાડી વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને સ્થાનિક લોકો ઉમટ્યા હતા. તેઓ જ્યારે બોટાદ પહોંચ્યા તો તેમનું સ્થાનિક આગેવાનો અને લોકોએ ઢોલ-નગારાં સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. નિમુ બાંભણિયાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

    ગુજરાતમાં 7મેના દિવસે એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. ગુજરાતની 26 બેઠક પર મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો બાકી છે તે આગામી દિવસોમાં જાહેર થઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. બીજી તરફ દેશમાં પહેલા તબક્કાના મતદાન માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply