Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ટેક્સી સેવાનો શરૂ થયો નવો યુગ, અમિત શાહે ગાંધીનગરથી કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • સહકારથી સમૃદ્ધિના મંત્રને વધુ એક વખત સાર્થક કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક ઐતિહાસિક પહેલની શરૂઆત કરવા જઈ રહ્યા છે. દેશની પ્રથમ સરકાર અને સહકાર આધારિત ડ્રાઇવર-માલિકીની રાઇડ હેલિંગ સેવા Bharat Taxi નું અમિતભાઈ શાહના હસ્તે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

    ડ્રાઇવરોના આર્થિક સશક્તિકરણ માટે દેશનું પ્રથમ સહકારી મોડલ
    કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વિઝન હેઠળ શરૂ થઈ રહેલી 'ભારત ટેક્સી' દેશની પ્રથમ એવી રાઇડ હેલિંગ (ટેક્સી) સેવા છે, જે સંપૂર્ણપણે સહકારી મોડલ પર કામ કરશે. આ સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે 'ડ્રાઇવર માલિકીની' સેવા છે. અત્યાર સુધી ખાનગી કંપનીઓના પ્લેટફોર્મ પર ટેક્સી ચલાવતા ડ્રાઇવરોને ઊંચું કમિશન ચૂકવવું પડતું હતું, પરંતુ આ સરકારી-સહકારી મોડલથી હવે ડ્રાઇવરો (સારથીઓ) આર્થિક રીતે સશક્ત બનશે અને સીધા જ પોતાની કમાણીના માલિક બનશે. આ લોન્ચિંગ સાથે જ ગુજરાતભરમાંથી 4,000 થી વધુ નવા સારથીઓ આ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બનશે.

    ગુજરાતના 14 મુખ્ય શહેરોથી થશે પ્રારંભ
    પ્રારંભિક તબક્કામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા આ 'ભારત ટેક્સી' સેવાનો પ્રારંભ ગુજરાત રાજ્યના 14 મુખ્ય શહેરોમાં કરવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ જેવા મહાનગરોનો સમાવેશ થાય છે. આ શહેરોના નાગરિકોને હવે સસ્તી, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સરકારી ટેક્સી સેવાનો લાભ મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply