ગુજરાતમાં ભારે વરસાદના કારણે 42,000થી વધુ લોકોનું સ્થળાંતર, 308 પશુઓના મોત
Live TV
-
મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતત સતર્ક રહી જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા હવે રાહત અને પુનઃસ્થાપન કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સની ચુકવણી શરૂ કરવામાં આવી છે અને ઘરવખરી સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સતત દેખરેખ રાખી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
શનિવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં આગામી 24 કલાકમાં પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.આ સંભાવનાને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમોને સ્થાનિક વહીવટીતંત્રની મદદ માટે મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતત સતર્ક રહી જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા હવે રાહત અને પુનઃસ્થાપન કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સની ચુકવણી શરૂ કરવામાં આવી છે અને ઘરવખરી સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.
પ્રાથમિક માહિતી મુજબ વરસાદી અસરને કારણે 308 પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્ય સરકારે પાણી ઉતરતા જ સફાઈ, આરોગ્યલક્ષી પગલાં અને નુકસાનના સર્વેની કામગીરી ઝડપથી શરૂ કરવા સૂચના આપી છે. અત્યાર સુધી રાજ્યભરમાં 42 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાવવામાં આવ્યા છે. રાજ્યના જળાશયોમાં હાલમાં 53.14 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે.