ગુજરાતમાં મેઘરાજાનું જોર વધ્યું: અમદાવાદ, ગાંધીનગર સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતમાં મેઘરાજાનું જોર વધ્યું: અમદાવાદ, ગાંધીનગર સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ
રાજ્યમાં ચોમાસું ફરી એકવાર પૂરબહારમાં ખીલ્યું છે અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં એકસાથે ૫ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અને મહત્વની અપડેટ્સ:
અતિભારે વરસાદની ચેતવણી:
હવામાન વિભાગ દ્વારા આજે સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હળવાથી મધ્યમ વરસાદ:
આ ઉપરાંત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.સક્રિય સિસ્ટમ અને સ્થિતિ:
હાલમાં રાજ્યમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, થોડા સમય બાદ આ ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાશે.માછીમારો માટે ચેતવણી:
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને આગામી દિવસોમાં દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
