ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: રાજ્યના 22 ડેમ હાઇ એલર્ટ પર
Live TV
-
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સુરતના અંબિકા તાલુકામાં 24 ઇંચ ખાબક્યો, રાજ્યના 22 ડેમ હાઇ એલર્ટ પર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ સર્વત્ર ધમાકેદાર બેટિંગ કરી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે ભારે તારાજી સર્જી છે.
ક્યાં કેટલો વરસ્યો વરસાદ? (છેલ્લા 24 કલાકના આંકડા)
સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ડોલવણમાં 16.23, વસોમાં 16.38, વાસંદામાં 16.26, ઉમરપાડમાં 14. 69 ઇંચ વરસાદ નોંધાયો છે. તો નડિયાદમાં 13.43, નેત્રંગમાં 13. 43, ધરમુપરમાં 11 ઇંચ, વઘઇમાં 10.94 ઇંચ વરસાદ પડ્યો છે. તો પેટલાદ, સોજિત્રા અને બોરસદમાં 9 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ઓલપાડ, તારાપુર અને નવસારીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજયમાં સિઝનનો સરેરાશ વરસાદ 61.50 ટકા થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમ: જળસંચયની વાત કરીએ તો, નર્મદા ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 73 ટકા જેટલો થયો છે.
ડેમ એલર્ટ:
ભારે વરસાદના પગલે રાજ્યના 14 ડેમ 100 ટકા સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 22 ડેમ અત્યારે 'હાઇ એલર્ટ' પર છે અને 6 ડેમને 'એલર્ટ' પર રાખવામાં આવ્યા છે.ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
