Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કવાયત, ડ્રાફ્ટ બનાવવા બે સમિતીની રચના કરાઈ

Live TV

X
  • ગાંધીનગર ખાતે આજે મંગળવારે (04 માર્ચ, 2025) સાંજે 5 વાગ્યે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) મામલે કમિટીની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં વિવિધ રાજકીય પક્ષના ધારાસભ્યો અને આગેવાનો બેઠકમાં હાજરી આપશે. UCC અંગે કમિટીની જાહેરાત બાદ પ્રથમ બેઠક હશે. કમિટી બેઠકમાં તમામ આગેવાનોના અભિપ્રાય લેવામાં આવશે. જ્યારે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કવાયત ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરીયાતને લઈને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. 

    ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કવાયત ચાલી રહી છે, ત્યારે ગાંધીનગર ખાતે UCC કમિટીની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. UCC સમિતીના અધ્યક્ષ રંજના દેસાઈ આજે માહિતી આપી હતી. રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, સમિતિના સભ્યોએ આજથી કામ શરૂ કર્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ડ્રાફ્ટ બનાવવા બે સમિતી બનાવામાં આવી છે. જેમણે જેટલું ઝડપથી થઈ શકે તેમ કાર્ય કરશે. 

    આ ઉપરાંત, લોકોના મંતવ્યો મેળવવામાં આવશે. તેમજ મહિલાઓના રાઈટ્સ અને બાળકો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં પણ આવશે. સાથે જ સમિતિ જિલ્લા કક્ષાએ બેઠકો અને મુલાકાત પણ કરશે.

    યુનિફોર્મ સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ કરવામાં આવી છે. જેમાં આગામી 24 માર્ચ 2025 સુધીમાં સૂચનો અને મંતવ્યો બ્લોક નં.1, એ-વિંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-10-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત પણ મોકલી શકાશે. 

    તેમણે જણાવ્યું હતું કે, ' ઉત્તરાખંડમાં UCC લાગુ કરવામાં આવ્યું છે. મેરેજ અને ડાઈવોર્સ સમાન હોવા જોઈએ અને મેરેજ અને ડાઈવોર્સ રજીસ્ટર્ડ થવા જોઈએ. આમ કાયદો જે નક્કી કરે તે પ્રમાણે ડાઈવોર્સ કરવા પડશે. તેમજ લીવ ઈન રીલેશન સહીતનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ગાંધીનગર અને દિલ્હીમાં તબક્કાવાર કમિટી બેઠકો કરશે.'
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply