ગુજરાતમાં સતત વધી રહેલી ઠંડી, તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો
Live TV
-
ગુજરાતમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં લઘુતમ તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ-ચાર દિવસ નલિયામાં આઠથી દસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ઘણા શહેરમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો. ડીસા અને ભૂજમાં 12.8 ડિગ્રી, અમરેલી,રાજકોટમાં ઠંડીનો પારો ગગડીને અનુક્રમે 12.2 અને 13.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગર, કેશોદમાં ઠંડી 13.5 ડિગ્રી,તો પોરબંદરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16.2 ડિગ્રી વધુ નોંધાયો હતો.