Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં સાંબેલાધાર, સુરતમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી મુજબ, જ આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને સવારે 8થી 10 દરમિયાન માત્ર 2 કલાકમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરમાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

    સુરતમાં અનરાધાર વરસાદને કારણે  શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવનને અસર થઈ છે. સવારથી વરસી રહેલા અવિરત વરસાદનાં કારણે સવારની પાળીના વિદ્યાર્થીઓને છોડી દેવા સૂચના આપી હતી જ્યારે બપોર પાળીના બાળકોને રજા આપવામાં આવી હતી. 

    સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.... તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર પડી રહી છે... પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે....

    ભારે વરસાદના કારણે ઉદ્ભવેલ  પરિસ્થિતિને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશ્નરે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરખાતે પરિસ્થિતિનું મોનિટરિંગ કર્યું હતું... જણાવ્યું હતું કે, સુરત કોર્પોરેશન અને પોલીસ વિભાગ સહીત દરેક ટીમો દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે...

    જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.... વરસાદના પ્રથમ રાઉન્ડમા જ ડેમ છલકાતા, જામનગર શહેરને આગામી એક વર્ષ માટે પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે... ઉપરવાસમાં થયેલ સારા વરસાદથી ડેમમા નવા નીરની આવક થઇ છે...

    નર્મદા જિલ્લામાં પણ ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણીના શ્રી ગણેશ કર્યા.. 43 ટકા વન વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં 70 ટકા લોકો ખેતી કરી જીવન ગુજારે છે અને તે પણ આકાશી ખેતી પર નિર્ભર રહે છે. જોકે ચાલુ વર્ષે વરસાદ સમયસર વરસતા ખેડૂતો ખુશ છે. જિલ્લામાં 1લાખ  હેકટર વિસ્તારમાંથી 45 ટકા  જેટલુ વાવેતર હાલ થઇ ગયુ છે.. સારો વરસાદ વર્ષે અને મોંઘુ બિયારણ ફેલ ન જાય તે માટે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

    ભરૂચમાં સવારે 6 થી બપોરે 2 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે.... ભરૂચ શહેરના પાંચબત્તી, સેવાશ્રમ રોડ, ગાંધીબજાર સહીતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply