ગુજરાતમાં હજી તાંડવ મચાવશે મેઘરાજા, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સુરત-ભરૂચમાં રેડ એલર્ટ
Live TV
-
હવામાન વિભાગની આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આજે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે કુલ 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
યલો એલર્ટઃ ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
ઓરેન્જ એલર્ટઃ આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે...
રેડ એલર્ટઃ સુરત અને ભરૂચમાં અત્યંત ભારે વરસાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે...