ગુજરાતમાં હજુ બે દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી, પવનની ગતિ પણ રહેશે તેજ
Live TV
-
ગુજરાતના વાતાવરણમાં પટલો આવ્યો છે, ત્યારે ભળઉનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે કેટલાક જેટલામાં ભારે પવન ફૂંકાવવાની સાથે કરા પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મંગળવારે (6 મે, 2025) અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ આ જિલ્લામાં 60-70 કિ.મી.ની સ્પિડે પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે બુધવારે (7 મે, 2025) રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે 8 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે કમોસમી વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 50-70 કિ.મીની સ્પિડે પવન ફૂંકાવવાની હવામાન વિભાગની ચેતવણી છે.
