Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં હજુ સારા વરસાદની જોવી પડશે રાહ

Live TV

X
  • રાજ્યમાં સારા વરસાદ માટે હજુ વધુ રાહ જોવી પડશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે, તો આગામી 4 અને 5 તારીખે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધવાની વકી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આજે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસવાની સંભાવના છે. રાજ્યમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે અને સારા વરસાદ માટે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની રાહ જોવી પડશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

    હવામાન વિભાગે જણાવ્યુ છે કે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ જુલાઇમાં સામાન્ય રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર જુલાઇના પહેલા સપ્તાહમાં સારો વરસાદ થવાની સંભાવના નથી. પરંતુ મહિનાના બીજા સપ્તાહમાં વધુ વરસાદ થવાની સંભાવના છે. દેશમાં જુલાઇ 2021 માં માસિક વરસાદ કુલ મળીને સામાન્ય રહેવાની શક્યતા છે. પશ્ચિમોત્તર ભારત અને મધ્ય-પૂર્વ અને પૂવોત્તર ભારતમાં સામાન્ય થી ઓછું અથવા સામાન્ય વરસાદની શક્યતા છે. ચોમાસુ હરિયાણા, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તાર, પશ્ચિમી રાજસ્થાન અને પંજાબ સિવાય બાકીના વિસ્તારમાં પહોંચી ગયું છે. આજની વાત કરીયે તો આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતમાં મોટાભાગના વિસ્તારમાં લોકોને ગઈકાલે લૂ ના કહેરનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં તાપમાન નો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, પંજાબ, દિલ્હી, રાજસ્થાનમાં હજુ બે દિવસ સુધી ગરમી પડવાની સંભાવના છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply