Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 2 જૂલાઈના રોજ 169 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

Live TV

X
  • રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી

    ગુજરાતમાં ઘીમે-ઘીમે ચોમાસાનું પ્રમાણ વધી રહ્યું છે. તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પંથકમાં સૌથી વધુ વરસાદનું પ્રમાણ જોવા મળે છે. ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જાહેર કરેલા આંકડા અનુસાર 2 જૂલાઈના રોજ વહેલી સવારથી સાત્રે 8 વાગ્યા સુધી 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે 12 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 

    તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ વરસાદ 11 ઈંચ નોંધાયો છે.  મહેસાણા, બેચરાજી, દાંતીવાડા અને ચીખલીમાં 4-4 ઇંચ, બનાસકાંઠાના વાવ અને સુઈગામમાં 3-3 ઇંચ, વઘઇ, સિદ્ધપુર, થરાદ અને વાંસદામાં 2.5 ઇંચ, તાપીના ડોલવણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. આમ 12 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. 

    રાત્રિના સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ    

    અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો... જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.. મોડાસા શહેરમાં તેમજ તાલુકામાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો... મોડાસા શહેરમાં વરસાદ વરસવાને કારણે રાત્રિના સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ થયું હતું, જોકે થોડા સમયે પછી પાણી ઓસરી ગયા હતા.. આ સાથે જ મેઘરજમાં 22 mm, ભિલોડા 19, ધનસુરા 17, બાયડ 11 જ્યારે માલપુરમાં 9 mm વરસાદ વરસ્યો હતો.. 

    રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી

    આ સિવાય મહેસાણા 49 MM, ચાણસ્મા, ઓલપાડમાં 47 MM, નવસારી 46 MM, આહવા, જલાલપોર અને ખેરગામમાં 45-45 MM, સરસ્વતી 44 MM, પાટણ 43 MM, જોટાણા, હિંમતનગર 42 MM, દેત્રોજ-રામપુરા 40 MM, તલોદ 39, વ્યારા,વલોદમાં 36 MM, પ્રાંતિજ 35 MM, પાલનપુર, સમી, વડનગર, પલાસણામાં 32-32 MM વરસાદ વરસ્યો છે. 

    હવામાન વિભાગે 3 જુલાઇએ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે બુધવારે ચાર જિલ્લા સુરત, નવસારી, વલસાડ અને બનાસકાંઠા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

    જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ખેડા, મહિસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply