ગુજરાત એસટીને સતત ત્રીજા વર્ષે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ મળ્યો
Live TV
-
એસટીની સવારી, સલામત સવારી આ સૂત્ર ગુજરાત એસટી નિગમે ફરી એક વાર ચરિતાર્થ કર્યું છે. ગુજરાત એસટીને સતત ત્રીજા વર્ષે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફ્ટી એવોર્ડ મળ્યો છે. આ સિદ્ધિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વાહનવ્યવહાર મંત્રી આર. સી. ફળદુ અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે એસટી નિગમને અભિનંદન પાઠવ્યા હતા. દિલ્હીમાં 18 જાન્યુઆરીએ કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે ગુજરાતના એસટી નિગમને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં શરૂ કરાયેલા સીએમ ડેશબોર્ડ દ્વારા એસ.ટી. બસોનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જેના કારણે એસટી બસોના અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે. હાલમાં રોજના 25 લાખ જેટલા પ્રવાસીઓને પરિવહન સેવા મળી રહી છે. માર્ચ 2020થી ઓક્ટોબર 2020 દરમિયાન 7 લાખ શ્રમિકોને સ્ટેશન પર પહોંચાડવા માટે એસટી નિગમની બસોએ બાવીસ હજાર નવસો ત્રેપન ફેરા લગાવ્યા હતા. રાજ્યમાં અત્યારે અકસ્માતનું પ્રમાણ 0.06 ટકા છે.
