Skip to main content
Settings Settings for Dark

ગુજરાત કોરોના અપડેટ: 16,501 કેસ સક્રિય, 93 દર્દીઓ વેન્ટીલેટર પર

Live TV

X
  • રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1 હજાર 334 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 175, રાજકોટમાં 151, વડોદરામાં 131 , જામનગરમાં 120, ગાંધીનગર અને જૂનાગઢમાં 39, પાટણમાં 35, કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 255 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે..છેલ્લા 24 કલાકમાં કુલ 71 હજાર 507 ટેસ્ટ કરવામાં આવ્યા છે

    રાજકોટમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. પ્રથમ રાજકોટની સોની બજારના વેપારીઓ દ્વારા એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરાયું હતું. તો આજથી દાણાપીઠ વેપારી એસોસિયેશન દ્વારા એક સપ્તાહ માટે રોજ અડધા દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. તો રાજકોટના દિવાનપરા કલોથ એસોસિએશન દ્વારા પણ ,એક સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી એક સપ્તાહ માટે ,દિવાનપરા કલોથ એસોસિએશન સાથે જોડાયેલા 200થી વધુ વેપારીઓ ,સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે.

    રાજકોટ-મુંબઈ વચ્ચે આજથી નવી ફ્લાઇટ સેવા શરૂ થઇ છે. પાંચ મહિના બાદ ,રાજકોટ-મુંબઈ અને ભાવનગર-મુંબઈની સ્પાઈસ જેટની નવી ફ્લાઈટ શરૂ થઈ છે. આ ફ્લાઈટ આજે સવારે મુંબઈથી રાજકોટ આવી પહોંચતા, વોટર કેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ-મુંબઈ વચ્ચે, ફ્લાઈટ શરૂ થતાં ,રાજકોટ અને મોરબીના વેપારીઓને મુંબઈ જવા-આવવામાં ફાયદો થશે. નોંધનીય છે કે, 10 સપ્ટેમ્બરે ,સવારે 8.30 વાગ્યે રાજકોટથી મુંબઈની સ્પાઈસ જેટની ફ્લાઈટ ઉપડવાની હતી. જોકે યાત્રિકોની સંખ્યાના અભાવે ફ્લાઈટ રદ્દ થઈ હતી. ત્યાર બાદ રિ શિડ્યુલ કરતાં ,આજથી આ ફ્લાઇટ શરૂ થઈ છે. તો આ સાથે ,રાજકોટ- દિલ્હીની ફ્લાઈટ શરૂ થવાની જાહેરાત પણ ,કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરથી રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ ,સવારે 9.30 કલાકે ઉડાન ભરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply