Skip to main content
Settings Settings for Dark

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ G3Q-2026 : પ્રથમ સપ્તાહના 8,870 વિજેતાઓ જાહેર

Live TV

X
  • તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની શાળા, કોલેજ તથા નાગરિક કેટેગરીના વિજેતાઓની જાહેરાત

    ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી *ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026)*ના પ્રથમ  સપ્તાહમાં 8870 વિજેતાઓની યાદી આજે તા. 26 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવી છે. જ્ઞાન, જિજ્ઞાસા અને ગુજરાત તથા દેશના વિકાસ વિશેની જાણકારીને પ્રોત્સાહન આપતી આ ઓનલાઈન ક્વિઝમાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા. 18 સપ્ટેમ્બર, 2026ના રોજ G3Q-2026 નો પ્રારંભ થયો હતો. ક્વિઝનું પ્રથમ સપ્તાહ 25 સપ્ટેમ્બરે પૂર્ણ થયું.  ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ, કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે યોજાયેલી આ ક્વિઝના પ્રથમ સપ્તાહમાં  વિવિધ કેટેગરીમાં કુલ 8870 વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.

    તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતાઓની પસંદગી પ્રથમ સપ્તાહના વિજેતાઓમાં તાલુકા કક્ષાની શાળા કેટેગરીમાં ૨૬૫ તાલુકામાંથી 10-10 મુજબ કુલ 2650 વિજેતાઓ અને કોલેજ કેટેગરીમાં પણ 2650 વિજેતાઓ જાહેર થયા છે. તે જ રીતે, 17 મહાનગરપાલિકાઓની શાળા કેટેગરીમાં 30-30 મુજબ 510 વિજેતાઓ તથા કોલેજ કેટેગરીમાં પણ 510 વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.

    નાગરિક કેટેગરીમાં 34 જિલ્લાઓમાંથી 50-50 મુજબ 1700 વિજેતાઓ તથા 17 મહાનગરપાલિકાઓમાંથી 50-50 મુજબ 850 વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે. આમ, પ્રથમ સપ્તાહમાં શાળા, કોલેજ અને નાગરિક કેટેગરીમાં કુલ 8870 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે.

    પ્રધાનમંત્રીની 25 વર્ષની સેવા યાત્રા અને ‘વિકસિત ભારત @ 2047’ મુખ્ય વિષય G3Q-2026નો મુખ્ય વિષય માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 25  વર્ષની નેતૃત્વ અને સેવા યાત્રા તેમજ ‘વિકસિત ભારત @2047’નું વિઝન છે.ક્વિઝના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ, જાહેર સેવા, ગુજરાતના વિકાસ અને દેશના વિકાસના વિવિધ પાસાં અંગે જાણકારી મેળવવાની તક મળી રહી છે.

    આઠ સપ્તાહની સ્પર્ધા બાદ જિલ્લા અને રાજ્ય સ્તરની ગ્રાન્ડ ફાઈનલ G3Q-2026 અંતર્ગત કુલ આઠ સપ્તાહ સુધી તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ જિલ્લા તથા રાજ્ય સ્તરે ગ્રાન્ડ ફાઈનલ યોજવામાં આવશે. સમગ્ર ક્વિઝ માટે રૂ. 11.74  કરોડથી વધુની ઈનામ રકમ નિર્ધારિત કરવામાં આવી છે. સમગ્ર સ્પર્ધામાં 70000 થી વધુ વિજેતાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધા તેમના બેંક ખાતામાં ઈનામની રકમ જમા કરવામાં આવશે.

    તા. 27 સપ્ટેમ્બરથી G3Q-2026નના બીજા સપ્તાહનો પ્રારંભ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વિદ્યાર્થીઓ તથા નાગરિકોને G3Q-2026માં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને જ્ઞાનની આ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. G3Q-2026નું બીજું સપ્તાહ તા. 27  સપ્ટેમ્બરથી 2  ઑક્ટોબર, 2026  દરમિયાન યોજાશે. બીજા સપ્તાહના વિજેતાઓની જાહેરાત તા. 03 ઑક્ટોબર, 2026ના રોજ કરવામાં આવશે.

    વિજેતાઓની યાદી અને ક્વિઝની માહિતી G3Q-2026ના વિજેતાઓની યાદી તેમજ ક્વિઝ અંગેની વિગતવાર માહિતી માટે સત્તાવાર પોર્ટલની મુલાકાત લઈ શકાશે:
    www.g3q.ai 
    quiz.g3q.ai 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
apply