ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની મહિલા ખેલાડીઓનો ટેનિસની રમતમાં સુંદર દેખાવ
Live TV
-
તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલ વેસ્ટ ઝોનની ટેનિસની સ્પર્ધામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની બહેનોએ યુનિવર્સિટીની સ્થાપના બાદ પ્રથમવાર ઉજળો અને નોંધપાત્ર દેખાવ કર્યો છે.
મુંબઈ ખાતે યોજાયેલ ટેનિસની સ્પર્ધામાં ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની બહેનોએ ટેનિસની સ્પર્ધામાં ગૌરવપ્રદ ગણાય તેવું ચોથુ સ્થાન પ્રાપ્ત કરીને આંતરરાજ્ય યુનિવર્સિટીની સોનીપત ખાતે યોજાયેલી આખરી સ્પર્ધામાં વેસ્ટ ઝોનના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની મહિલા ટેનિસની ટીમમાં આસ્થા દેસાઇ, પ્રીશા પટેલ, અને હર્ષિદા રામચંદાણી સામેલ રહ્યા હતા.ટેનિસની સ્પર્ધામાં ટેકનિકલ શિક્ષણમાં ખૂંપેલી બહેનો ભાગ લે અને આંતરઝોન રમતગમત સ્પર્ધામાં વિજેતા થઈ અને આંતરઝોન સ્પર્ધામાં વેસ્ટ ઝોનની ટીમનું પ્રતિનિધિત્વ કરે એ નોંધપાત્ર ઘટના છે.
આ સ્પર્ધાના કોચ તરીકે અનિલ મારુ અને મેનેજર તરીકે ચિલ્કા જૈને સેવાઓ આપી હતી. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જર અને કુલસચિવ ડૉ. કે.એન.ખેરે આવા સરસ ખેલાડીઓ તૈયાર કરવા બદલ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો.આકાશ ગોહિલને અને સુંદર સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.