ગુજરાત પોલીસના 29 જવાનોને કરાયા રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત
Live TV
-
ગુજરાત પોલીસમાં 4 વિશિષ્ટ સેવા ચંદ્રકો તથા 25 પ્રશંસનીય સેવાના પોલીસ મેડલો અધિકારી જવાનોને જાહેર કરાયા
દેશવાસીઓની સુરક્ષાની જવાબદારી છે અને જેમણે તે સુરક્ષા અંગે ઉત્તકૃષ્ટ કામગીરી કરી છે તેવા ગુજરાત પોલીસના 29 જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા.સ્વતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત પોલીસમાં 4 વિશિષ્ટ સેવા ચંદ્રકો તથા 25 પ્રશંસનીય સેવાના પોલીસ મેડલો અધિકારી જવાનોને જાહેર કર્યા હતા. જેમાં ગુજરાત IBના વડા આર.બી.બ્રહ્મભટ્ટ, નિવૃત્ત ACP પી.આર.ગહેલોતને વિશિષ્ટ સેવા મેડલ જ્યારે વડોદરા JCP કે.જી.ભાટી, DYSP ડી.પી.ચુડાસમા અને એમ.જે.સોલંકીને પ્રસંશનીય સેવા મેડલ એનાયત કર્યા..તેમની સાથે રાજ્યના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને જવાનેને પણ એવોર્ડ માટે પસંદ કરાયા હતા..