ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Live TV
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોને લેખિત અને શારીરિક કસોટી વિના સીધી ભરતીનો લાભ મળશે. અગ્નિવીરો માટે 20 ટકા અનામત યથાવત રહેશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરહદ પર ફરજ બજાવવાનો પૂર્વ અગ્નિવીરોનો અનુભવ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી થશે. પૂર્વ અગ્નિવીરોને વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ પણ આપવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા આ અંગેના સુધારેલા ભરતી નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
