Skip to main content
Settings Settings for Dark

ગુજરાત બજેટ 2022: શિક્ષણ વિભાગ માટે કુલ 34,884 કરોડની જોગવાઇ કરવામાં આવી 

Live TV

X
  • સર્વ ધનમાં વિદ્યાધન મુખ્ય છે.

    આપણી સંસ્કૃતિ જ્ઞાનની ઉપાસનાને વરેલી છે. માળખાગત તેમજ ગુણવત્તાલક્ષી પ્રયોગો દ્વારા શૈક્ષણિક સ્તરને ઉચ્ચ કક્ષાએ લઇ જવા અમારી સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ બાળકો અને યુવાનોના સશક્તિકરણ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે. આ નીતિમાં સંશોધન અને સર્જનાત્મકતા, કૌશલ્ય નિર્માણ અને રોજગારી પર ભાર મૂકવામાં આવેલ છે. લિંગ સમાનતા અને શાળામાં નામાંકન સુનિશ્ચિત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની દિશા નક્કી કરવામાં આવેલ છે. આ નીતિમાં આઇ.સી.ટી.-સક્ષમતા, સ્માર્ટ ક્લાસ-રૂમ, ડિજિટલ લર્નિંગ, માળખાકીય સુવિધાઓ અને લેબોરેટરીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે. 
     
    પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ : 

    • મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારાઓ માટે ૧૧૮૮ કરોડની જોગવાઇ 

    • પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓમાં તેમજ નવા ઓરડાઓના નિર્માણ માટેનું સઘન અભિયાન સરકારે હાથ ધર્યું છે હાલમાં અઢી હજાર ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે અને આગામી વર્ષે ૧૦ હજાર નવા ઓરડાઓના નિર્માણનું લક્ષ્યાંક રાખેલ છે. આ માટે ૯૩૭ કરોડની જોગવાઇ

    • આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ નિવાસી ધોરણે આપી શકાય તે માટે ૫૦ જ્ઞાન શક્તિ રેસિડેન્‍શીયલ સ્કૂલ્સ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી ૧ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું નક્કી કરેલ છે. આ યોજના અંતર્ગત આગામી વર્ષ માટે ૯૦ કરોડની જોગવાઇ 

    • સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરને નવતર સુવિધાઓથી સુસજ્જ બનાવવા અને તેમાં રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો તેમને શિક્ષણ અને અન્ય તમામ સેવાઓ વિના મૂલ્યે મળે તે માટે ૨૮ કરોડની જોગવાઇ

    • દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારી જાંબુઘોડા અને મોરવા-હડફ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. અંદાજે ૫૦ લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે ૧૦૬૮ કરોડની જોગવાઈ 

    • રાઇટ ટુ એજયુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ૬૨૯ કરોડની જોગવાઇ 

    • અંદાજે ૧૧ લાખ વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ફ્રી પાસ કન્સેશન માટે ૨૦૫ કરોડની જોગવાઈ 

    • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ૧૨૯ કરોડની જોગવાઈ 

    • છેવાડાના તથા અંતરિયાળ વિસ્તારોમાં ૨૪૫ ક્સ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૨૭ હજાર જેટલી બાળાઓ માટે મફત રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે  ૧૨૨ કરોડની જોગવાઈ

    • ઘરથી શાળાનું અંતર એક કિલોમીટર થી વધુ હોય તેવા ૨ લાખ ૩૦ હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાના બાળકોને શાળાએ લાવવા-લઇ જવા માટે ૧૦૮ કરોડની જોગવાઇ 

    • શાળા બહારના બાળકોને શાળા સુધી લાવવાના પ્રયત્નો તેમજ આવા બાળકોને અભ્યાસ તેમજ અન્ય ખાસ પ્રકારની તાલીમ આપવા માટે ૮૭ કરોડની જોગવાઈ 

    • વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધાઓની ખૂટતી કડી પૂરી કરવા અને શાળાઓને સ્વચ્છતા સહાય માટે ૮૧ કરોડની જોગવાઇ 

    • સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરા પાડવા ૧૪૫ કરોડની જોગવાઈ 

    • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓ તથા તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે ૩૭ કરોડની જોગવાઈ

    • શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે થેરાપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય આપવા માટે ૨૧ કરોડની જોગવાઈ 

    • મોડલ શાળાઓમાં ગર્લ્સ હોસ્ટેલના બાંધકામ માટે ૧૨ કરોડની જોગવાઇ 

    • ભારત સરકાર દ્વારા સંચાલિત સૈનિક શાળાઓ જેવી જ રક્ષા શક્તિ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારીથી શરૂ કરવા ૫ કરોડની જોગવાઇ

    • સંસ્કૃત સાધના યોજના અંતર્ગત હયાત સંસ્કૃત ગુરુકુળોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ૮ કરોડની જોગવાઇ 

    • સંસ્કૃતના અભ્યાસ માટે સામાજિક ભાગીદારીથી નવા સંસ્કૃત ગુરુકુળો શરૂ કરવા સંસ્કૃત શકિત ગુરુકુળ યોજના માટે ૩ કરોડની જોગવાઇ

    • પ્રાથમિક શાળાઓ ખાતે CCTV કેમેરાની સુવિધા માટે ૨૦ કરોડની જોગવાઇ 

    • વડનગર ખાતે પ્રેરણાકેન્‍દ્ર શરૂ કરવા માટે ૨ કરોડની જોગવાઇ 

    ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ : 

    • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિધાર્થીઓને ટ્યુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા માટે ૩૫૦ કરોડની જોગવાઈ 

    • માઇન્ડ ટુ માર્કેટના કન્‍સેપ્ટથી વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરીત કરવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત ૧ હજાર ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને ૧૦ હજાર શાળાઓમાં અંદાજે ૫૦ લાખ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પાંચ વર્ષ માટે `૩૦૦ કરોડનું આયોજન કરેલ છે. આગામી વર્ષ માટે ૬૦ કરોડની જોગવાઇ
     

    •  નમો ટેબ્લેટ યોજના અંતર્ગત ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા ૨૦૦ કરોડની જોગવાઇ
     
    • ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓમાં માળખાકીય સગવડો માટે ૧૧૭ કરોડની જોગવાઇ 

    • ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ એજ્યુકેશન ડેવલોપમેન્ટ ફંડ તરીકે ૩૦ કરોડની જોગવાઈ 

    • સરકારી કોલેજોના મકાન બાંધકામ, પુસ્તકો, આઇ.ટી. અને લેબોરેટરીના સાધનો માટે ૨૬ કરોડની જોગવાઇ 

    • પી.એચ.ડી. ના ૧ હજાર વિદ્યાર્થીઓને સંશોધન તથા અન્ય ખર્ચને પહોંચી વળવા વિદ્યાર્થીદીઠ `૨ લાખની સહાય પૂરી પાડતી શોધ યોજના અંતર્ગત ૨૦ કરોડની જોગવાઇ 

    • ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ટોય હાઉસ, પુસ્તક પ્રકાશન અને આઇ.ટી. ઉપકરણ માટે ૨ કરોડ જોગવાઇ 

    • સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિક માટે બાંધકામ, સાધન-સામગ્રી, પુસ્તકો અને ખૂટતા ફર્નિચર માટે ૩૭ કરોડની જોગવાઇ

    • આઇ.આઇ.ટી.આર.એ.એમ. ખાતે ડ્રોન ટેકનોલોજી, આર્ટીફિશીયલ ઇન્‍ટેલીજન્‍સ અને મશીન લર્નીંગ અને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે ૬ કરોડની જોગવાઇ

    • લિંબાયત(સુરત), જસદણ(રાજકોટ), બગસરા(અમરેલી), પાલીતાણા(ભાવનગર), વરાછા (સુરત) અને સંતરામપુર (મહીસાગર) ખાતે નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે.

    • આદિજાતિ વિસ્તારોના કાછલ(સુરત), ડેડીયાપાડા(નર્મદા) અને ખેરગામ(નવસારી) ખાતેની હયાત કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે.    

    • એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ અને ગાઇડ માટેની વિવિધ યોજનાઓ માટે ૯ કરોડની જોગવાઇ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
apply