Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો-મીડિયાના મિત્રો માટે યોજાયેલ આરોગ્ય કેમ્પનો વિધાનસભા અધ્યક્ષે શુભારંભ કરાવ્યો

Live TV

X
  • પત્રકારો અને જન પ્રતિનિધિઓ સ્ટ્રેસમુક્ત રહે તેમજ શરીરની તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય તકેદારી રાખે તે જરૂરી : ઋષિકેશ પટેલ

    ગુજરાત વિધાનસભા ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ G.M.E.R.S. ગાંધીનગર અને ગાંધીનગર પ્રેસ એક્રેડિટેડ ક્લબના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય અને મીડિયાના મિત્રો માટે યોજાયેલ આરોગ્ય કેમ્પનો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુ બાબરીયા, વિપક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો.

    આરોગ્ય કેમ્પનો શુભારંભ કરાવતા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, તમામ જન પ્રતિનિધિઓ અને મીડિયા મિત્રો સહિત નાગરિકો સારી ફૂડ હેબિટ અને સારી લિવિંગ હેબિટનો સમન્વય સાધીને જીવન નિર્વાહ કરે તો ચોક્કસ પણે તંદુરસ્તી સારી રહે જ. સૌ મીડિયાના મિત્રોને દોડાદોડની જિંદગીની સાથે સાથે પોતાના શરીરની કાળજી લઈને નિયમિતતા કેળવવા અનુરોધ કર્યો હતો. 

    બીમાર પડીને સારવાર લેવી એના કરતાં બીમાર પડતા પહેલા જ તકેદારી રાખી સારી ટેવો પાડીશું તો બીમારી આવશે જ નહીં. તેમણે તમામ આરોગ્ય કર્મીઓ અને મીડિયાના મિત્રોને કેમ્પના આયોજન માટે અભિનંદન આપ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પત્રકારો અને જન પ્રતિનિધિઓ લોકશાહીની ભૂમિકા લોકો સમક્ષ મુકવાની જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે આજની ભાગ-દોડ વાળી લાઇફમાં સ્ટ્રેસ મુક્ત રહેવા માટે શરીરની તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય તકેદારી રાખવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

    મીડિયાના મિત્રો અને આરોગ્ય વિભાગના સહયોગથી પ્રતિવર્ષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે બદલ સૌને અભિનંદન આપ્યા હતા અને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે એ બદલ પણ સૌનો આભાર માન્યો હતો. આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ નિયતિ લાખાણીના નેતૃત્વ હેઠળ તબીબો અને પેરામેડિકલની સમગ્ર ટીમે સરાહનીય કામગીરી કરી હતી.

    આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, નાયબ દંડક જગદીશ મકવાણા સહિત ધારાસભ્યો, મીડિયાના મિત્રો અને વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીનગર પ્રેસ એક્રેડિટેડ ક્લબના પ્રમુખ કિશોર અંજારિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું, જ્યારે સચિવ પાર્થ ઠક્કરે આભારવિધિ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply