Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં વિવિધ વિભાગના પ્રશ્નો પર ચર્ચા હાથ ધરાઈ

Live TV

X
  • ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે બજેટસત્રના કામકાજની શરૂઆત પ્રશ્નોતરીકાળ સાથે કરવામાં આવી.

    ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે બજેટસત્રના કામકાજની શરૂઆત પ્રશ્નોતરીકાળ સાથે કરવામાં આવી. આજે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક અને ઉડ્ડયન, શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળવિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા હાથ ધરવામાં આવી. જેમાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોએ ભાગ લીધો હતો. 

    એક કલાકનો પ્રશ્નોત્તરીનો સમયગાળો પૂર્ણ થયા બાદ જાહેર અગત્યની બાબતનો મુદ્દો વિપક્ષના સભ્ય કિરીટ પટેલે ગૃહમાં રજૂ કર્યો હતો. આ ઉપરાતં વિધાનસભા ગૃહમાં આજે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની માંગણીઓ પર ચર્ચા હાથ ધરાઈ હતી. આ સિવાય નાની સિંચાઈ, ભૂમિ સંરક્ષણ અને વિસ્તાર વિકાસ, પશુપાલન અને ડેરી વિકાસ ,મત્સ્યોદ્યોગ, માહિતી અને પ્રચાર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતી માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાયુ હતું. આ ચર્ચા બાદ જે-તે વિભાગના જવાબ કૃષિ મંત્રી, પશુપાલન મંત્રી, મત્સ્યોદ્યોગ મંત્રી એ ગૃહમાં રજૂ કર્યા હતા અને માંગણીઓ પર મતદાન હાથ ઘરાયું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply