ગુજરાત સાયબર સેન્ટરની મોટી સફળતા: આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ
Live TV
-
ગુજરાત સાયબર સેન્ટર ઑફ એક્સલન્સે (CCoE) આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ વિરુદ્ધ ઐતિહાસિક કાર્યવાહી કરીને 'સાયબર સ્લેવરી' (Cyber Slavery) અને માનવ તસ્કરીના ગંભીર ગુનાનો પર્દાફાશ કર્યો છે.
મુખ્ય આરોપી અને કાર્યવાહીવિગતમાહિતીમુખ્ય સૂત્રધારનીલેશ પુરોહિત ઉર્ફે 'ધ ઘોસ્ટ' (નીલ)ધરપકડ સ્થળગાંધીનગર, મલેશિયા ભાગી જવાની ફિરાકમાં હતો.સહ-આરોપીહિતેશ સોમૈયા, સોનલ ફળદુ, ભાવદીપ જાડેજા, અને હરદીપ જાડેજા.રિમાન્ડનીલ પુરોહિતના 14 દિવસના રિમાન્ડ મંજૂર.સંચાલન સ્થળમ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સ્કેમ સેન્ટરો.આંતરરાષ્ટ્રીય નેટવર્કની વિગતોનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ એક મોટું નેટવર્ક તૂટ્યું છે.
નીલ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શનનું સંચાલન કરતો હતો.તેણે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન સહિત 10થી વધુ દેશોના 500 થી વધુ નાગરિકોને સીધા અથવા દુબઈ મારફતે મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડ ખાતે સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા.આરોપી 126 થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો અને 30 થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો.મોડસ ઓપરેન્ડી અને છેતરપિંડીઆરોપી સોશિયલ મીડિયા (ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ) પર વિદેશમાં ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સની લાલચ આપી યુવાનોને ફસાવતો હતો.
ભોગ બનનારના પાસપોર્ટ જપ્ત કરી તેમને બંધક બનાવવામાં આવતા. તેમને મોઇ નદી મારફતે સરહદ પાર કરાવી મ્યાનમારના KK પાર્ક જેવા ચાઇનીઝ હબમાં લઈ જઈ ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ કરવા માટે બળજબરી કરવામાં આવતી.કમિશન: આરોપી વ્યક્તિ દીઠ આશરે $2000 થી $4500 (રૂ. 1.6 લાખથી રૂ. 3.7 લાખ) કમિશન મેળવતો હતો.CCoE ની ભૂમિકાસીઆઈડી ક્રાઈમ પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવના આદેશોને પગલે ટેકનિકલ એનાલિસિસ દ્વારા આ ઓપરેશન પાર પડાયું. અગાઉ, ભારત સરકારે સેનાની મદદથી કરેલા ઓપરેશનોમાં મુક્ત કરાયેલા 4000 ભારતીય નાગરિકોના નિવેદનોમાં નીલ પુરોહિતનું નામ મુખ્ય કડી બન્યું હતું.₹500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું ગુજરાતનું સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા માટે આ ઐતિહાસિક કાર્યવાહી કરી રહ્યું છે.
